Gandhinagar: વિશ્વ પર્યાવરણ દિવસે આશરે 1100 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો
Gandhinagar: 22 મે 2025 ના રોજ ઉજવણીના પ્રથમ દિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતમાં 125 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ગાંધીનગર: ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) 2025 ની ઉજવણીની શરૂઆત 22 મે થી 5 જૂન 2025 કરવાની જાહેરાત કરવામાં આવી છે. બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો છે.
'વિશ્વ પર્યાવરણ દિવસ' પખવાડિયા અંતર્ગત વાસણા ઈયાવા, ઉપરદળ ખાતે સફાઈ અને પ્લાસ્ટિક નિકાલ અભિયાન.#WorldEnvironmentDay #EndingPlasticPollutionGlobally pic.twitter.com/8JdYLf5HeN
— Info Ahmedabad GoG (@infoahdgog) May 22, 2025
ક્લીન-અપ ડ્રાઇવને ઝુંબેશને લીલી ઝંડી આપવામાં આવી
ભારત સરકારના સફળ નેતૃત્વ હેઠળ, ગુજરાતે રાજ્ય સ્તરે આ અભિયાનને અસરકારક રીતે આગળ વધારવામાં આગેવાની લીધી છે. રાજ્યની આ નવીન પહેલનું સત્તાવાર ઉદ્ઘાટન 22 મે 2025 ના રોજ વના અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી મૂળુ બેરા, ગુજરાત સરકારના વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન મંત્રી દ્વારા ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન ખાતે પ્લાસ્ટીક વેસ્ટ ક્લેક્શન ડ્રાઇવ, બાઇક રેલી તથા ક્લીન-અપ ડ્રાઇવને ઝુંબેશને લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં 125 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
22 મે 2025 ના રોજ ઉજવણીના પ્રથમ દિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતમાં 125 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં 500 થી વધુ સ્વયંસેવકોએ પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો પર સેમિનાર જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જીલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન કર્યુ હતુ. આ દરમિયાન 22 મે 2025 ના રોજ અભિયાનના પ્રથમ દિવસે આશરે 1100 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે
વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.




















