શોધખોળ કરો

Gandhinagar: કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

રાહુલ ગાંધીના સમર્થનમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરીને આજે વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર:  રાહુલ ગાંધીના સમર્થનમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરીને આજે વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યો આજે કાળા કપડા પહેરીને વિધાનસભા ગૃહમાં વેલમાં બેસીને સૂત્રોચ્ચાર કરતા  સાર્જન્ટોએ ટીંગાટોળી કરીને ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. 

બાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને પહેલા તો આજના દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે પ્રશ્નોત્તરી કાળ બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સત્ર સમાપ્તિ સુધી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી હતી.  જેને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલે પણ ટેકો આપ્યો હતો.  જે બાદ અધ્યક્ષે ધ્વનિમતથી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી એટલે કે 29 માર્ચ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  15મી વિધાનસભાના બજેટ સત્રનો 29 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે હવે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો 29 માર્ચ સુધી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Ahmedabad: હાર્દિક પટેલ પર ત્રણ ગંભીર કેસ, પણ ભાજપમાં ગયા એટલે પવિત્રઃ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.

ભરતસિંહ સોલંકીએ શું કહ્યું

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,  દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી.  એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાર ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલે  વિદેશમાં કેમ વાત કરી. આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget