શોધખોળ કરો

Rajya Sabha Election: ગુજરાતમાંથી વધુ એક બિનગુજરાતી જઇ શકે છે રાજ્યસભામાં, ભાજપ ક્યારે જાહેર કરશે ઉમેદવાર?

ગુજરાતમાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના છે

ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ક્વોટામાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.  NDAના ઘટક પક્ષ પૈકી એક પક્ષના નેતા ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ શકે છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપ NDAને વધુ મજબૂત કરવા માંગે છે. 24મી જૂલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ગુરુવાર છેલ્લો દિવસ છે.

રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારી નોંધાવતા હજુ બે ઉમેદવારો બાકી છે. બુધવાર સાંજ સુધીમાં બાકી રહેલા બે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. સૂત્રોના દાવા મુજબ એક ગુજરાતી અને એક બિનગુજરાતી ઉમેદવાર હોઇ શકે છે.

Rajyasabha Election: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું.  ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.

રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરનું નિવેદન

રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરે કહ્યું, ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યોનો આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધામંત્રીનો પણ આભારી છું. પાડોશી દેશોમાં એક દેશ સાથે આતંકવાદને લઈ ડીલ કરવી અઘરી છે, પ્રધાનમંત્રીએ તેને પણ જવાબ આપ્યો છે. 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. નવા ભારતના નિર્માણમાં હું પણ થોડું યોગદાન આપીશ.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Embed widget