શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ગુજરાત સરકારને શું કરી ખાસ અપીલ ? જાણો વિગતે
બ્રેટ લીએ કહ્યું કે, આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સાંભળવાની સમસ્યાનું સમાધાન કરવા ઈચ્છુ છું. તેણે કેરળની માફક ગુજરાતમાં પણ હિયરિંગ ટેસ્ટ ફરજિયાત કરવા માટે ગુજરાત સરકારને અપીલ કરી હતી.
ગાંધીનગરઃ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર બ્રેટ લી આજે ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. સાંભળવાની સમસ્યાથી પીડિત લોકોનાં પડકારો વિશે જાગૃતિ લાવવા તેઓેએ આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. કોકલિયરનો ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર બ્રેટ લી બહેરાશની સમસ્યાથી પીડાતા લોકો માટે સારવાર અંગે જાગૃતિ લાવી રહ્યો છે.
બ્રેટ લીએ કહ્યું કે, આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સાંભળવાની સમસ્યાનું સમાધાન કરવા ઈચ્છુ છું. તેણે કેરળની માફક ગુજરાતમાં પણ હિયરિંગ ટેસ્ટ ફરજિયાત કરવા માટે ગુજરાત સરકારને અપીલ કરી હતી.
દુનિયામાં આ સમસ્યાથી 466 મિલિયન લોકો પીડિત છે. બ્રેટ લીને સૌપ્રથમ વર્ષ 2015માં ગ્લોબલ હીયરિંગ ઍમ્બૅસેડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતમાં અનેક શહેરોની મુલાકાત લીધી છે. પોતાની મુલાકાતમાં તેઓ છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, પૂણે, ચંદીગઢ, કોચી, મૈસૂર, ત્રિવેન્દ્રમ, કોઝિકોડ, ગૌહાટી, અમૃતસર અને જયપુર જેવા શહેરોમાં કૉક્લિયર ઇમ્પાલન્ટ કરાવનાર સેંકડો લોકોને મળ્યાં છે.
બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલ બ્રેટ લી આવતીકાલે અમદાવાદમાં ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે.
અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion