શોધખોળ કરો

23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસશે વરસાદ, જળાશયોમાં પાણીની ભારે આવક થશે: અંબાલાલ પટેલનું આંકલન

Gujarat Weather: રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. જે મુજબ કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

Ambalal Patel Forecast:  રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. જે મુજબ કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસી શકે છે. અન્ય સિસ્ટમ સર્જાયા બાદ 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે. ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થશે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન  દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસશે વરસાદ, જળાશયોમાં પાણીની ભારે આવક થશે: અંબાલાલ પટેલનું આંકલન

ખાનગી સંસ્થા સ્કાયમેટે શું કરી આગાહી

આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની  ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી કરી છે. કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમનો અનુમામ છે.  તો 18 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાનું સ્કાયમેટનું અનુમાન છે. પહેલા બે રાઉન્ડમાં વરસેલા સારા વરસાદના કારણે રાજ્યના 207 પૈકી 32 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે.  સૌરાષ્ટ્રના 22, કચ્છના આઠ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય છલોછલ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 20 જળાશયોમાં 63.95 ટકા જળસંગ્રહ છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 61.98 ટકા જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદ અને છોડાયેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમમાં 58 હજાર 766 ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 43 સેન્ટીમીટર વધી છે... નર્મદા ડેમની જળસપાટી વધીને 125.45 મીટરે પહોંચી છેે.

23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસશે વરસાદ, જળાશયોમાં પાણીની ભારે આવક થશે: અંબાલાલ પટેલનું આંકલન

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા અને છોટાઉદેપુર તાલુકામાં પાંચ-પાંચ વરસાદ ખાબક્યો છે.

  • પંચમહાલના જાંબુઘોડામાં સવા ચાર ઈંચ વરસાદ
  • પંચમહાલના ગોધરામાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • ખેડાના વાસોમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • મહીસાગરના વીરપુરમાં સવા બે ઈંચ વરસાદ
  • ડેડીયાપાડા, ખેરગામમાં બે બે ઈંચ વરસાદ
  • ઉમરપાડા, કલોલ, વડોદરામાં પોણા બે ઈંચ વરસાદ
  • બારડોલી, નડીયાદ, માંડવીમાં પોણા બે ઈંચ વરસાદ
  • સુરતના માંડવી, વાઘોડીયામાં દોઢ ઈંચ વરસાદ
  • ડોલવણ, ક્વાંટ, પાવી જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • નવસારી, આંકલાવ, સુબિરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • વલસાડ, ગરૂડેશ્વર, પલસાણા, પાદરામાં સવા સવા ઈંચ વરસાદ
  • સાગબારા, દાહોદ, ગરબાડા, બરવાળામાં સવા સવા ઈંચ વરસાદ
  • સંખેડા, કામરેજ, હાલોલ, શહેરામાં સવા સવા ઈંચ વરસાદ
  • દેવગઢ બારીયા, ઝાલોદ, ધરમપુરમાં એક એક ઈંચ વરસાદ
  • મહુવા, ડેસર, વાપી, કપરાડામાં પોણો પોણો ઈંચ વરસાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
Embed widget