શોધખોળ કરો

ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી  કોલ સેન્ટર ઝડપાયું, 8 લોકો ચલાવતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર

બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.8 લોકો ચલાવતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર.

બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.  List flex lead buyers નામની વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવતા હતા. ટેક્સ નાઉ એપ્લિકેશન દ્વારા કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગુગલ પે કાર્ડ નંબર મેળવીને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 2 મુખ્ય સુત્રધારો સહિત 7 યુવાનોને  ઝડપી લીધા છે. આ ઉપરાંત તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ 2.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અડાલજ પોલીસ રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલની બાતમીના આધારે બાલાજી અગોરા રેસીડેન્સી બ્લોક નંબર 3, ફ્લેટ નંબર 9માં બિનકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસ કાફલાએ ત્યાં દરોડા પાડતા કેટલાક યુવાનો લેપટોપ લઇને બેઠા હતા. પોલીસે તમામને બેસાડીને પુછપરછ કરતા પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ ગુપ્તા (રહે એ /14, હરીઓમ સોસાયટી, ડી માર્ટ સામે, બાપુનગર), મેહુલ મહેન્દ્રભાઈ મહેરીયા( મૂળ રહે સાંકડી તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર હાલ શીતલ નગર નરોડા), અભી બીપીનભાઈ દેસાઈ (રહે અક્ષરધામ ઇન્ટરસિટી ડી માર્ટ સામે બાપુનગર), દીપુ ઉર્ફે માઈક ઉર્ફે દિપક પાપાચંદ ટંડન (રહે સ્વામિનારાયણ પાર્ક બાપા સીતારામ ચોક નવા નરોડા કૃષ્ણનગર), એજાજ અહેમદભાઈ મુલતાની (રહે સૂડવેલસો, કોઠારીયાં, વઢવાણ સુરેન્દ્રનગર), પાર્થ મયુરભાઈ વ્યાસ(રહે ન્યુ આશાપુરા સોસાયટી અનિલ સ્ટાર્ચ રોડ બાપુનગર) તેમજ ઉમંગ દિનેશભાઇ સોલંકી (રહે જય આશાદીપ ખોખરા અમદાવાદ) સહિતનાં લોકો અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું હતું. 

આ કોલ સેન્ટર માટે પીનાક ઉર્ફે પ્રિન્સે ફ્લેટ ભાડે રાખ્યો હતો. વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવતો હતો. ત્યાંથી નોકરીએ રાખેલા યુવાનોને ટ્રેનિંગ અનુસાર અમેરિકન લોકોને લોનની લાલચ આપીને પૈસા આપતી હતી. પોતે બેંક કર્મચારી હોવાનું જણાવતા હતા. ત્યાર બાદ લોનના પ્રોસેસિંગ માટે અલગ અલગ વેરિફિકેશન સહિતના નામે નાણા વસુલવામાં આવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget