શોધખોળ કરો
Advertisement
પ્રાથમિક શિક્ષકોને રૂપાણી સરકારની ભેટ, ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોને ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે પ્રાથમિક શિક્ષકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકો માટે પણ સરકારને મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ પડી છે તે યથાવત રહેશે. નવી પેન્શન યોજના સાથે જોડાયેલા લાભો પણ યથાવત રહેશે. સરકારના મતે નોકરી સળંગ ગણાશે પરંતુ તેના કારણે કોઇ નાણાકીય ચૂકવણી કરવામાં નહી આવે.કોઈ પણ જાતનું એરિયસ ચૂકવાશે નહિ.
નોંધનીય છે કે શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરમાં વિધાનસભા સભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં શિક્ષકો વિધાનસભા ઘેરવા પહોંચ્યા હતા. જેમાં સળંગ નોકરી કરવાની માંગણી મહત્વની રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement