Gandhinagar : કોંગ્રેસ નેતાના પત્નીએ હોમગાર્ડને મારી દીધો લાફો ને પછી શું આપી ધમકી?
ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે કોંગ્રેસ નેતાના પત્ની અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસ નેતા નિમેષ શાહના તૃષા શાહ અને પુત્ર હર્ષ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
ગાંધીનગરઃ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પોલીસે વાહન રોકી પૂછપરછ કરતાં કોંગ્રેસના નેતાના પત્નીએ હોમગાર્ડ જવાનને લાફો મારી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, નેતાના પત્નીએ હોમગાર્ડ જવાનને વર્દી ઉતરાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં સેકટર 7 પોલીસે જાહેરનામા ભંગ અને પોલીસના કામ રુકાવટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે કોંગ્રેસ નેતાના પત્ની અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસ નેતા નિમેષ શાહના તૃષા શાહ અને પુત્ર હર્ષ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
હોમગાર્ડ પ્રકાશભાઈ ફરિયાદ નોંધાવી છે કે, અમારી રાત્રિ કર્ફ્યૂ અમલવારી કરાવવા 7મી જૂને રાત્રે 8.30થી 8 જૂન સવારે 6 કલાક સુધી સરગાસણ પ્રમુખ નગર ચોકડી ખાતે અમારો પોઇન્ટ હતો. અમે ફરજ પર હાજર હતા ત્યારે રાત્રે આશરે 9 વાગ્યે પ્રમુખ નગર આવતો જતો રસ્તો બેરીકેટથી બંધ કરેલ અને અમારી સાથે હોમગાર્ડના માણસો પીનાકીન ગોવિંદભાઈ તથા અલ્કેશ અમૃતભાઈ હાજર હતા. રાત્રે 11.30 વાગ્યે એક વેગનઆર ગાડી ખ-0 સાઇડથી આવી અને પ્રમુખ નગર તરફ વળવા ગયેલ, પરંતુ બેરીકેટ બંધ હોવાથી ગાડી ઉભી રહેલ અને કારમાંથી એક બહેન અને ભાઈ મોઢા પર માસ્ક બાંધ્યા વગર ઉતર્યા હતા.
તેમજ અમને બેરીકેટ હટાવીને ગાડી જવા દેવા માટે કહેલ પરંતુ અમે તેમને સજાવ્યું કે સરકારશ્રીના જાહેરનામા મુજબ હાલમાં નાઇટ કર્ફ્યું છે, તમે શું કામ બહાર નીકળો છો. આમ કહેતા આ ભાઈ અને બહેન અમો તથા હોમગાર્ડ્સ ઉપર ઉશ્કેરાઇ ગયા હતા તેમજ અમને ઉંચા અવાજે અપશબ્દો બોલવા લાગ્યા અને અમને કહેવા લાગેલા કે તમે અમારા નોકર છો. અમે તમારા નોકર નથી. તમારી વર્દી ઉતારી દઈશું.
દરમિયાન સામેના કોમ્પ્લેક્ષમાંથી ભીખાભાઈ રબારી જે સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તે તથા સંયમ ગોસ્વામી આવેલા તેઓની હાજરીમાં તેઓ અમને અપશબ્દો બોલતા હોઇ અમે અપશબ્દો બોલવાની ના પાડતા આ બહેને અમને લાફો માર્યો હતો અને ભાઈએ પણ અમારી સાથે ઝપાઝપી કરી મારામારી કરવા લાગ્યા હતા. આમ, વાતાવરણ ઉગ્ર બંનતા અમે બાજુના ખ-0 પોઇન્ટના માણસોને જાણ કરતાં તેઓ આવી ગયા હતા અને અમને વધુ મારથી છોડાવેલા.