શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, કૉંગ્રેસના ધારાસભ્યએ CMને લખ્યો પત્ર
ગુજરાતમાં કૉંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે માગ ઉઠાવી છે. કૉંગ્રેસના વિસાવદરથી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતોની દેવામાફી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
ગાંધીનગર: મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના ગુજરાતમાં પડઘા પડ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે. ત્યારે તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવા માટે માગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં કૉંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે માગ ઉઠાવી છે. કૉંગ્રેસના વિસાવદરથી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતોની દેવામાફી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કહ્યું દેશમાં ખેડૂતોના દેવા માફ થયા છે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા કેમ માફી નથી કરવામાં આવતા. આજે ખેડૂત દિવસે દેવા માફીની જાહેરાત કરવામાં આવે.
મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં ધારાસભ્યએ રિબડિયાએ કહ્યું, આર્થિક બોજના કારણે ખેડૂત પાયમાલ થયા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા છે. તો આ કિસાન દિવસે સરકાર ખેડુતોના દેવા માફ કરે તેવી પત્રમાં માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement