શોધખોળ કરો

હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું ચાલી રહ્યું છે કાવતરું : યુવરાજસિંહનો ધડાકો

વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે "ડમી ઉમેદવાર". 

Gandhinagar: હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. Mphw, વિદ્યા સહાયક, તલાટી, બિંસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યા છે, નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપે છે.

તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે.

વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે "ડમી ઉમેદવાર". 
આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.
બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર જોવા જઈએ જે મારા ધ્યાનમા છે બાકી આના કરતા પણ અન્ય હોઇ શકે છે, ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળી. વગેરે. છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કરેલ છે
આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે.
આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.
ડમી ઉમેદવારની યાદી:
1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષા થી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Embed widget