શોધખોળ કરો

વિદ્યાર્થીએ પરીક્ષા આપી જાતે ચેક કરી કૉપી, અર્થશાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક્સ

ગાંધીનગરઃ એક તરફ બિહારમાં ટૉપર કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે ગુજરાતમાં શિક્ષણ માટે મજાક સમાન બનાવ સામે આવ્યો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને અન્યાય થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વિધાર્થીએ જ નિરીક્ષકની ભૂમિકા ભજવી અર્થશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ જાતે જ મુકવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોર્ડ આ સમગ્ર પ્રકરણને ટેકનીકલ ખામી બતાવી પોતાનો બચાવ કરી રહ્યું છે. જોકે શિક્ષણ બોર્ડની ઉત્તરવહી ચકાસણી અને પરિણામની પ્રક્રિયા પર આ બનાવે અનેક સવાલો ઉભા કરે છે. અમરેલી જિલ્લાના ટીંબી ગામના ધોરણ-૧૨ ના સામાન્ય પ્રવાહના એક વિદ્યાર્થીએ અર્થશાસ્ત્ર વિષયમાં જાતે જ ૧૦૦ માંથી ૧૦૦ માર્ક આપી નિરીક્ષકની ભૂમિકા ભજવી હતી. તો ભૂગોળ વિષયની ઉત્તરવહીમાં પણ આ જ પ્રકારે જાતે માર્ક મૂકી દીધા હતા. આ સમગ્ર મામલો વોટ્સઅપના માધ્યમથી બોર્ડના ધ્યાને આવતા બોર્ડે વિદ્યાર્થીનું પરિણામ હાલતો સ્થગિત કરી દીધું છે. જોકે આ સમગ્ર મામલે બોર્ડના પરિણામની સમગ્ર પ્રક્રિયા પર પણ મોટા સવાલો ઉભા કર્યા છે. બોર્ડ દ્વારા આ ભૂલ ટેકનીકલ હોવાનું જણાવી તેને સુધારી લેવાઈ છે. બોર્ડનું માનવું છે કે, નિરિક્ષકે તો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી હતી અને વિદ્યાર્થીએ ખરેખર જે ગુણ મેળવ્યા હતા તે મુક્યા હતા પરંતુ મોડરેટર અને કોઓર્ડિનેટરના ધ્યાને એ વાત આવી જ નહી કે, ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ પણ જાતે માર્ક મુકી દીધા છે. ડેટાએન્ટ્રી ઓપરેટરે પણ વિદ્યાર્થીએ જાતે મુકેલા ૧૦૦ માંથી ૧૦૦ ગુણના આધારે જ એન્ટ્રી કરી અને પરિણામ પણ બની ગયું. હવે જયારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું ત્યારે બોર્ડ દોષિતો સામે પગલાં ભરાશે એમ કહી રહ્યું છે. તો વિદ્યાર્થીઓને પણ આવી હરકત નહી કરવા સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે. આટલા મોટા પાયે જયારે બોર્ડ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વના એવી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું આયોજન કરતુ હોય ત્યારે આ તો એવો એક કિસ્સો છે જે સામે આવ્યો. પરંતુ આ એક કિસ્સાએ બોર્ડની ઉત્તરવહીની ચકાસણીથી માંડી પરિણામ બનાવવા સુધીની સમગ્ર પ્રક્રિયાની સતર્કતા સામે સવાલો ઉભા કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

Embed widget