શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં Coronavirus લઈને CM વિજય રૂપાણી શું આપ્યું મોટો નિવેદન? જાણો
ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં સવારથી જ લોકોના ટોળે ટોળાં બહાર ઉમટી પડતા સીએમ રૂપાણીએ જાહેર જનતાને અપીલ કરી હતી કે, લોકો ઘરમાં રહે અને બહાર ન નીકળે. આ એક ઈમરજન્સી છે. કોઈ જાતની ચિંતા કર્યાં વગર ઘરમાં બેસો તો જ તમે કોરોનાના વાહક બનતા અટકશો, નહીં તો 31મી માર્ચ પછી કોરોના વકરશે.
ગુજરાતમાં કોરોના વાયરસ વકરશે. ગુજરાતમાં બહાર ન નીકળો. આ સમય સારો નથી. આ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. જેને પગલે જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તે બહાર ન નીકળે આ એક મેડિકલ ઈમરજન્સી છે.
31 માર્ચ સુધી કોરોનાનો વ્યાપ વધી શકે છે. બિન જરૂરી વ્યક્તિ ઘરની બહાર ન નિકળે. ગુજરાતવાસીઓને વિનંતી છે જ્યાં સંપર્ણ બંધ છે ત્યાં કોરોના કેસ વધી શકે છે. આવશ્યક હોય તો જ બહાર જવાનું ટાળજો. જો વ્યાપ વધશે તો મુશ્કેલીનો વારો આવી શકે છે. મારી અપીલ છે કે પોલીસને બિન જરૂરી વ્યક્તિને રોકશે જ. પોલીસ સાથે પણ કોઇ રકઝક ન કરે. અનાજ ચીજ વસ્તુઓ સામાન્ય રીતે મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement