શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાની રસીને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો સરકાર શું લઈ રહી છે મોટું પગલું?
50 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવાનુ શરૂ કરાયું છે. તમામ મ્યુનિ કમિશનર અને જિલ્લા કલેક્ટરોને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. બીજી તરફ દેશમાં જાન્યુઆરી મહિનાના મધ્યભાગમાં કોરોનાની રસી આવી જાય તેવી સંભાવના છે. ત્યારે કોરોના વેકસીનને લઈ તંત્રની તૈયારીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 50 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવાનુ શરૂ કરાયું છે. તમામ મ્યુનિ કમિશનર અને જિલ્લા કલેક્ટરોને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. કોમોર્બીડીટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી 10 થી 13 ડીસેમ્બર દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે થશે. રસીકરણમાં પ્રાથમિકતાને લઈને યાદી તૈયાર કરાશે. કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગોના 50 વર્ષથી નીચેના દર્દીઓની યાદી તૈયાર થશે. ડેટા બાબતે ટિમ બનાવવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. 16 ડિસેમ્બર સુધીમાં ડેટાબેઝ તૈયાર થઈ જશે.
વધુ વાંચો





















