શોધખોળ કરો
Advertisement
વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં કેટલા લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર, જાણો વિગત
રાજ્યમાં NDRFની 51 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા સુધીમાં 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. રાજ્યમાં NDRFની 51 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા સુધીમાં 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લામાં 22064 લોકોનું સ્થળાંતર કરવામં આવ્યું છે. જેમાં સૌથી વધુ મહુવામાં 15567 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઈને રાજકોટના ૩ તાલુકાના ૨૫૩૧ લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં ઉપલેટના ૨૫ ગામોના ૧૧૯૦ લોકો, ધોરાજી તાલુકાના ૭ ગામોના ૮૫૭ લોકો, જેતપુર તાલુકાના ૧૧ ગામોના ૪૮૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. TDO, પાલિકા, મામલતદાર અને પોલીસ દ્વારા હાલમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે. સ્થળાંતરીત લોકોને જે તે ગામની માધ્યમિક, પ્રાથમિક શાળાઓ અને સમાજની વાડીઓમાં રાખવામાં આવ્યા છે. સ્થળાંતરીત વ્યક્તિઓ માટે નાસ્તા, ચા-પાણી, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.Gujarat State Disaster Management Authority (GSDMA): A total of 1,64,090 people have been evacuated from 10 affected areas till 4 PM today. #CycloneVayu pic.twitter.com/ahVEUzgkIh
— ANI (@ANI) June 12, 2019
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયાકાંઠાના 1500 લોકોને જાફરાબાદની જે.એન.મહેતા હાઈસ્કૂલ સહિતના અતિથિ ગૃહમાં તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો છે. શિયાળબેટ પરા વિસ્તારના લોકોને સવારે જ તંત્ર દ્વારા એલર્ટના પગલે સાવચેતીના ભાગરૂપે ફેરવીને જાફરાબાદ ખસેડવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના 35 ગામોમાંથી 14596 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકાના 14 ગામડામાંથી 1392, કુતિયાણાના 17 ગામડામાંથી 1668 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકોને 105 જેટલા આશ્રય સ્થાનો પર રાખવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું વેરાવળથી કેટલા કિલોમીટર દૂર છે, કેટલા કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ, જાણો વિગત PM મોદીએ વાયુ વાવાઝોડાને લઈ શું કર્યું ટ્વિટ, જાણો વિગત સોમનાથ મંદિર પરિસર આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત, ટ્રસ્ટે શું કરી અપીલ? જુઓ વીડિયો જૂનાગઢ: માગરોળ-કેશોદ રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામ, જુઓ વીડિયો વાયુ વાવાઝોડા સંકટ વચ્ચે અંબાજીમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, જુઓ વીડિયોIMD: Very Severe Cyclonic Storm #VAYU about 280 km is nearly south of Veraval (Gujarat) & 360 km nearly south of Porbandar (Gujarat). It'll cross Gujarat coast between Dwarka and Veraval as a Very Severe Cyclonic Storm with wind speed 155-165 kmph around afternoon of 13th June. pic.twitter.com/E5eD6wM1Ij
— ANI (@ANI) June 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement