શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પર ચક્રવાતનો ભય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, કઈ-કઈ જગ્યાએ 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું? જાણો વિગત
અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: આ વખતે ચોમાસું બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ચોમાસાની સીઝન પુર્ણ થઈ છે જોકે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં રવિવારે પણ ઠેર-ઠેર વરસાદ ખાબક્યો હતો. તેમજ હવામાન વિભાગે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ આગામી બે દિવસ ગાજવીજ વરસાદ પડે તેવા એંધાણ છે.
વરસાદની સાથે પવનની ઝડપ અંદાજે 60 કિમી રહેવાની હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. આ ઉપરાંત વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે જ અંદાજે 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી માછીમારોને ન ખેડવા તાકિદ કરવામાં આવી છે. આ દરમિયાન દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી એવું હવામાન વિભાગે કહ્યું છે.
સોમવાર-મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 27 અને 28 તારીખે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે.
25-26 તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત કચ્છમાં વરસાદ જોવા મળશે. ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion