શોધખોળ કરો

કૉંગ્રેસની સરકાર બનશે તો ફિક્સ પગારદારોને પુરો પગાર આપવામાં આવશેઃ શંકરસિંહ

ગાંધીનગર: રાજ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી નોકરીમાં નિમણૂંક પામનાર કાર્મચારીને ફિક્સ પગાર પર રાખવામાં આવે છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવા પ્રતિક ધરણાનું આયોજન કર્યું હતું. 'સમાન કામ સમાન વેતન' બેનર હેઠળ ભાજપ સરકાર સામે બાયો ચડાવી હતી. આ પ્રસંગે કૉંગ્રેસના નેતાઓએ ગુજરાતની ભાજપની સરકાર યુવાનોને નોકરીમાં રાખીને સમાન વેતન નહી આપીને અન્યાય કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. કાયદાકીય રીતે રાજય સરકાર સામે જીતી ગયા પછી પણ સરકારે રાજરમત કરીને ‘સમાન કામ સમાન વેતન’ ન આપતા ફિક્સ પગારદારો રોષે ભરાયા છે. આ પગારદારોને ટેકામાં કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરાયા હતા. આ ધરણામાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર આવશે તો ફિકસ પગારદારોને પુરો પગાર આપવામાં આવશે. ઉપરાંત કોંગ્રેસની સરકાર આવશે તો 60 લાખ બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ હૈયાધારણા અપાઇ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કરકસરના બહાના હેઠળ ફિક્સ પગારના નામે મોટાભાગનું આઉટ સોર્સીગ કરીને ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરે છે, બીજીબાજુ આઉટ સોર્સીગના કોન્ટ્રાકટ મળતીયાઓને આપીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા લૂંટાય રહ્યા છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહે કહ્યું કે ગુજરાતના યુવાનોના હીતને જાળવવા હાઇકોર્ટમાં રાજય સરકાર સામે જીતેલા ફિક્સ પગારદારો સામે સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે તે પરત લેવી જોઇએ. કોંગ્રેસ સત્તા પર આવશે તો ફિકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે આર્થિક શોષણની પધ્ધતિને નાબુદ કરશે. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોન્ટ્રાકટ પ્રથામાં રૂ. 10 હજારનો પગાર ઉધારીને રૂ. ચાર હજાર પગાર અપાય છે. જયારે દિપક બાબરિયાએ રોજગાર કચેરી બેરોજગારોને કોલલેટર મોકલીને રોજગારી મળી ગઇ હોય તેવો ખોટો રેકોર્ડ ઉભો કરે છે અને સરકાર તેની વાહવાહી કરે છે. કોંગ્રેસના આગેવાનો લાલજી દેસાઇ, મનિષ દોશી, યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ સહિતના આગેવાનોએ કાર્યકરોને સંબોધન કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget