શોધખોળ કરો

કલોલ જીઆઇડીસીમાં આવેલ ફાર્મા કંપનીમાં આગ, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

કલોલ જીઆઇડીસીમાં આવેલ એક ફાર્મા કંપનીમાં આગની ઘટના સામે આવી છે. ગાંધીનગર ફાયરની બે ગાડીઓ કલોલ રવાના કરવામાં આવી છે. તો બીજી તરફ આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી હજી સુધી સામે આવી નથી.

ગાંધીનગર: કલોલ જીઆઇડીસીમાં આવેલ એક ફાર્મા કંપનીમાં આગની ઘટના સામે આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયરની બે ગાડીઓ કલોલ રવાના કરવામાં આવી છે. તો બીજી તરફ આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી હજી સુધી સામે આવી નથી. અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ સદનસીબે હાલના તબકે કોઈ જાનહાનીના સમાચાર નથી..

પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ

Ahmedabad : અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું  છે. અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે,  ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. 

આજે 21  મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે  આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. 

દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા મૃતકના પરિવારને બિલ્ડર પાસેથી સહાય અપાવશે. મળતી જાણકારી મુજબ AMC રણજીત બિલ્ડકોન પાસેથી 5-5 લાખની સહાય અપાવશે.જ્યાં દિવાલ ધરાશાયી થઇ ત્યાં રણજિત બીલકોન અને એસપેકેમ કંપની કામ કરે છે.બે મહિના પહેલા આ જ જગ્યા પર દિવાલ પડી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં સુપરવિઝન વગર કામ થાય છે. અને અગાઉ બોપલ બ્રિજ પડવાની ઘટનામાં આ જ કંપની કામ કરતી હતી.કામમાં બેદરકારીના કારણે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ હતી. જોકે તેમ છતાં આ કંપનીને અનુપમ બ્રિજનું કામ અપાયું અને આજે આ દુઃખદ ઘટના બની. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget