ગાંધીનગર કોર્પોરેશનમાં સવારે 8 વાગ્યાથી નહીં પણ આ સમયે શરૂ થશે મતગણતરી, જાણો ક્યાં હાથ ધરાશે મતગણતરી ?
સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીની મતગણતરી માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલ રહી છે.
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીની મતગણતરી માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલ રહી છે.
જો કે જાણવા જેવી લાત એ છે કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.
ઈસુદાને જણાવ્યું કે, કોંગ્રેસે 2011માં યુવાનો માટે લાયબ્રેરી, વૃદ્ધો માટે સિટી બસમાં મફત મુસાફરી અને પ્રાથમિક સુવિધા જેવાં વચનો આપ્યાં હતાં. આ વચનોતી આકર્ષાઈને 2011માં જ્યારે મનપાનું ઈલેક્શન થયું ત્યારે કોંગ્રેસ જીતીને આવી હતી પણ પક્ષપલટો કરી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા તેથી લોકોને આઘાત લાગ્યો હતો. એ પછી ગત 5 વર્ષમાં ભાજપનું શાસન હતું ને લોકોને ખૂબ હેરાન કર્યા હતા. કોરોના કાળમાં લોકોને ભારે તકલીફ પડી હોઈ લોકો ભાજપને મત નહિ આપે. આ મુદ્દાઓને આધારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેથી પ્રથમ ક્રમે આપ , બીજા ક્રમે ભાજપ અને કોંગ્રેસ ત્રીજા ક્રમે જીતીને આવશે.