શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ આરોગ્યકર્મીઓને સરકાર સામે બાંયો ચડાવી ભારે પડી, જાણો કલેક્ટરે શું આદેશ કર્યા....
ગાંધીનગર જિલ્લા કલેકટરે હવે ફરજ પર હાજર ન થનારા આરોગ્ય કર્મચારી સામે શિક્ષાત્મક પગલા ભરવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે.
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને સરકાર સામે બાંયો ચડાવી હવે ભારે પડી રહી છે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવાના સરકારના આદેશ બાદ પણ આંદોલન યથાવત રાખતા હવે કાર્રવાઈનો દૌર શરૂ થયો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટરે હવે ફરજ પર હાજર ન થનારા આરોગ્ય કર્મચારી સામે શિક્ષાત્મક પગલા ભરવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે. કલેકટરે તાલુકા વિકાસ અધિકારીને કરેલા આદેશમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ચાવડા અને મહામંત્રી કિલ્પાબેન પટેલ સામે એપેડમિક એક્ટ સહિતની કલમો મુજબ કાર્રવાઈનો હુકમ કર્યો છે.
હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું ત્યારે આરોગ્ય કમિશ્નરે પણ તમામ જિલ્લા કલેકટરોને પત્ર પાઠવી બિન શરતી રીતે ફરજ પર હાજર ન થનારા કર્મચારી સામે કાર્રવાઈની સૂચના આપી હતી. જેના આધારે હવે કલેકટરે કાર્રવાઈ કરવાની શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement