Gujarat BJP: વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની ફરી શરૂ થઈ વેલકમ પાર્ટી, કાંતિભાઈ સોઢા પરમાર થયા સામેલ
Gandhinagar News: અમૂલ ડેરી પર કબજો જમાવા પ્રદેશ ભાજપ વધુ સતર્ક થયું છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પર કબજો મેળવવા ભાજપની રણનીતિ છે.
Gandhinagar News: ગુજારત વિધાનસભા ચૂંટણી બાદ ફરી ભાજપની વેલકમ પાર્ટી શરૂ થઈ છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા છે. કાંતિભાઈ સોઢા પરમાર . અમૂલના ડાયરેકટર છે. તેઓ આણંદ તાલુકા પંચાયતના બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત બે ટર્મ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અમૂલ ડેરી પર કબજો જમાવા પ્રદેશ ભાજપ વધુ સતર્ક થયું છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પર કબજો મેળવવા ભાજપની રણનીતિ છે.
ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું કાંતિ સોઢા પરમારે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે ભાજપમાં જોડાયા બાદ નિવેદન આપતાં કહ્યું, આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયો છું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિક્સના કાર્યોથી પ્રેરાઈ ભાજપમાં જોડાયો છું. આણંદમાં ભાજપના ધારાસભ્ય સાથે મળીને વિકાસ કરવા ભાજપમાં જોડાયો છું, કોઈપણ જાતની અપેક્ષા સિવાય ભાજપમાં જોડાયો છું.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના નેતૃત્વમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત... | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/6z1sdwNvWg
— BJP Gujarat (@BJP4Gujarat) January 30, 2023
પેપર લીક મુદ્દે રાજ્યમાં વિરોધ પ્રદર્શન, ભાજપના નેતાઓનું અકળ મૌન
પેપર લીકકાંડમાં રાજ્યમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યુ છે. કોઈપણ ઘટના મુદ્દે ટ્વિટ પર ટ્વિટ કરતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વિટ કર્યુ નથી. રાજ્યમાં એનએસયુઆઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ર્મક મૂડમાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. આવેદન પત્ર આપ્ય બાદ, અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કમિટીની રચના કરવા માંગ છે. આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. ગ્રીષ્માં કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે ફાંસી આપવામાં આવે, અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટશે તેવો વિશ્વાસ છે. 5 રિટાયર્ડ જજ ની કમિટી બને તેવી માંગ છે. એટીએસ અને ક્રાઇમબ્રાંચની મિલી ભગત છે.
પેપર ફૂટવા અંગે આજે કોંગ્રેસ પ્રેસ ફોન્ફરન્સ કરી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મેવાણીએ કહ્યું, ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22 મો પાડો જણ્યો છે. આ ભાજપ સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે કે એમના કાર્યકાળમાં કેટલા પેપર ફુટ્યા, તેમાં કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ જેલમાં ગયા, કેટલા મુખ્ય સુત્રોધાર પકડાયા. નાની માછલીઓની ધરપકડ થઈ રહી છે, મોટા માથાઓ છુટી જાય છે. પેપર ફોડવાના કસુરવારો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. તેમણે તમામને જેલના સળીયા પાછળ મોકલવામાં આવે તેવી માંગણી કરી હતી. પહેલા જે લોકો પેપર ફોડતા હતા એ જ લોકો ફરી પકડાયા એટલે એ સાબિત થાય છે કે ઔપચારિકતા પૂરતી જ તપાસ થઈ રહી છે.. વારંવાર થતા પેપરલીક કાંડ મામલે SIT ની રચના કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માગ છે.