યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી મામલે આવ્યા મોટા સમાચાર, જાણો શું કોર્ટે શું આપ્યો ચૂકાદો
યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં યુવરાજસિંહની જામીન અરજી પરની સુનાવણી ટળી છે. પોલિસ દ્વારા એફિડેવિટ રજૂ ન કરાતા સુનાવણી ટળી છે
ગાંધીનગર: યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં યુવરાજસિંહની જામીન અરજી પરની સુનાવણી ટળી છે. પોલિસ દ્વારા એફિડેવિટ રજૂ ન કરાતા સુનાવણી ટળી છે. હવે યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર સુનવણી 15મી એપ્રિલે હાથ ધરાશે.
તો બીજી તરફ યુવરાજસિંહની ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો અમરેલી જિલ્લામાં પણ પડ્યા છે. અમરેલીના ધારીમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસ દ્વારા લગાડેલી ધારાઓ પાછી ખેંચવા અને તાત્કાલિક છોડી મૂકવાની માગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ પર લગાડવામાં આવેલ બંને ધારાઓ રાજકીય અને પ્રશાસનિક કિન્નાખોરીનું જીવતું જાગતું ઉદાહરણ હોવાનો આવેદનમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ મીડિયાના માધ્યમથી ખુલ્લી પાડી રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં પણ યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જીતુ વાઘાણી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા/શહેર રાજપૂત સમાજ, ભાયાવદર રાજપૂત સમાજ, ઉપલેટા રાજપૂત યુવક મંડળ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ કરણી સેના ઉપલેટા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલ ધારાઓ દૂર કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.
ગોંડલમાં પણ યુવરાજસિંહની ઘરપકડ મામલે આવેદન આપવામાં આવ્યું છે. ગોંડલ શહેર રાજપૂત સમાજ અને તમામ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદન ગોંડલ ડેપ્યુટી કાલકેટરને આપવામાં આવ્યું છે. રાજપૂત સમાજનો આક્ષેપ કે સરકારે તેના કૌભાંડ દબાવવા માટે યુવરાજસિંહની ઘરપક્કડ કરી છે.
યુવરાજસિંહને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે. યુવરાજસિંહને ન્યાય આપમવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. પેપર કાંડ મુદ્દે યુવરાજસિંહનો અવાજ દબાવવાનો આ પ્રયાસ છે. યુવરાજસિંહ ભરતી કૌભાંડ અને પેપર ફૂટવાના કાંડ સામે લડત ચાલવતા હતા. આ કૌભાંડ સામેની લડતને દબાવી દેવા માટે સરકારે ઘરપક્કડ કરી છે. તમને તાત્કાલિક છોડીને તેની સામેની ફરિયાદ રદ કરવાની માગ આવેદનમાં કરવામાં આવી છે.