શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, પાટીદાર આંદોલનના એક કેસમાં હાઇકોર્ટે ફગાવ્યા આગોતરા જામીન
પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી
અમદાવાદઃ કોગ્રેસ નેતા હાર્દિક પટેલના આગોતરા જામીન ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી હતી.
સુનાવણી દરમિયાન હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે સરકાર ખોટા કેસ કરી તેની હેરાનગતિ કરી રહી છે. 2015 થી 2020 સુધીમાં પોતે હાજર હોવા છતાં અને પોલીસને ખબર હોવા છતાં અત્યાર સુધી ધરપકડ ન કરી અને હવે પાંચ વર્ષ બાદ પણ તપાસ ચાલુ છે તેવું સરકારનું નિવેદન અયોગ્ય હોવાની હાર્દિક પટેલ તરફથી રજૂઆત કરાઈ હતી. બીજી તરફ સરકારે હાર્દિકની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટને બાંહેધરી આપ્યા બાદ પણ હાર્દિક પટેલે લોકો સમક્ષ ઉશ્કેરણીજનક ભાષણો કરી પોતાની જ બાંહેધરીનો ભંગ કર્યો છે.Gujarat HC rejected anticipatory bail plea of Congress leader #HardikPatel in unlawful assembly case registered in connection with 2015 Patidar quota stir
— Press Trust of India (@PTI_News) February 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion