શોધખોળ કરો

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ, જાણો પ્રધાનમંત્રી મોદીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરી BJPના ધારાસભ્યોને શું અપાઈ સૂચના

Gandhinagar News: રાષ્ટ્રપતિના સંબોધન સમયે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવા તથા વિધેયક અને સરકારી સંકલ્પ સમયે તમામ સભ્યોએ ગૃહમાં ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી.

Gujarat Assembly: બુધવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. 3 દિવસના બદલે 4 દિવસનું ચોમાસુ સત્ર મળશે. 13, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ સત્ર મળશે. 9ના બદલે 10 જેટલા વિધેયક થતાં એક દિવસ વધારવામાં આવ્યો છે.  આ દરમિયાન આજે વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં 4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું.

ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. 9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત 2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના સંભવિત પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

PM મોદીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરી બોલવા અપાઈ સૂચના

બેઠકમાં ધારાસભ્યોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિના સંબોધન સમયે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવા તથા વિધેયક અને સરકારી સંકલ્પ સમયે તમામ સભ્યોએ ગૃહમાં ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી. પ્રશ્નોત્તરીમાં પોતાના પ્રશ્ન સમયે ગૃહમાં અચૂક હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહમાં સંબોધન સમયે તમામ સભ્યોએ કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને પ્રધાનમંત્રીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરીને બોલવા સૂચના આપવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન તેઓ રાજ્યની ઇ-એસેબ્લીનું લોકાર્પણ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવાના છે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ રીતે પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરતા જોવા મળશે.

ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે.  13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget