શોધખોળ કરો
Advertisement
CAAના સમર્થનમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે શુક્રવારે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં શાસક પક્ષકના સભ્યોની સહમતિથી CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાત નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે શુક્રવારે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં શાસક પક્ષકના સભ્યોની સહમતિથી CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગૃહની આજની કાર્યવાહી પુર્ણ જાહેર કરવામાં આવી હતી. હવે પછી 24 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે.
વિધાનસભા સત્ર દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી હિજરત કરીને ભારતમાં આવેલા નાગરિકો દેશના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા છે. ત્યારે ધર્મના આધારે નિર્માણ થયેલા પાકિસ્તાનમાં વસવાટ કરતાં લઘુમતી હિન્દુ સમુદાયને અત્યાચાર અને વિધર્મી આતંકવાદીનો ભોગ બને છે. એવામાં હિંદુ બૌદ્ધ,શીખ,પારસી, જૈન અને ઈસાઈ સમુદાયના લોકો પાસે ભારતમાં સ્થળાંતર કરી શરણાગતિ સિવાય અન્ય વિકલ્પ નથી રહ્યો .
પ્રદિપસિંહે નામ લીધા વિના કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક રાષ્ટ્રવિરોધી તત્ત્વો અને રાજકીય પક્ષો નાગરિકતા કાયદા મામલે ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે. નાગરિકતા કાયદો કોઈને પણ નુકસાન પહોંચાડે તેવો નથી અને આ કાયદાથી કોઈપણ વ્યક્તિના નાગરિક અને તેને અસર થશે નહીં.
ડેપ્યૂટી સીએમ અને નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર 24 ફેબ્રુઆરીએ રજૂ કરશે. 31મી માર્ચે વિધાનસભાનુ બજેટસત્રનુ સમાપન થશે. 25 દિવસીય બજેટ સત્રમાં કુલ મળીને 27 બેઠકો મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement