C.R. પાટિલે એવું શું કહ્યું કે, ભાજપના ધારાસભ્યો ફફડી ગયા ?
પાટીલે ભાજપના ધારાસભ્યોને જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મૂકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાએઓને તક અપાશે.
![C.R. પાટિલે એવું શું કહ્યું કે, ભાજપના ધારાસભ્યો ફફડી ગયા ? Gujarat BJP President CR Patil big reaction about new 100 faces in next assembly election 2022 C.R. પાટિલે એવું શું કહ્યું કે, ભાજપના ધારાસભ્યો ફફડી ગયા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/60db8ba97df5927d44b4b83c5647f9cc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમા નવા ચહેરાઓને તક આપવાની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની જાહેરાતના કારણે ભાજપના ધારાસભ્યોમાં ચિંતા છે.
ભાજપ પ્રદેશ સંગઠનની પેજ કમિટીના કાર્યક્રમમાં સી.આર.પાટીલે ભાજપના ધારાસભ્યોને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મૂકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાએઓને તક અપાશે.
તેમણે કહ્યું કે, વિધાનસભાની ટિકિટ આપવા માટે પહેલાં સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને ટિકિટ આપવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.
સી.આર. પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, ભાજપાનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ માટે જે જવાબદારી મળે તે નિભાવવા હાંકલ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)