શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણી પરિણામઃ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર નીકળ્યા આગળ
કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા હતા. જોકે, હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આગળ નીકળ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણમાં ભાજપ બાજી મારી ગયું છે. સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે એક માત્ર કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. જોકે, બીજા રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ 5917 મત અને
કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 3889 મત મળ્યા હતા. તેમજ બીજા રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ 2028 મતથી આગળ ચાલી રહ્યા છે.
આ સિવાય અબડાસા, ધારી, ગઢડા, લીંબડી, કપરાડા અને ડાંગ બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
કોની કોની વચ્ચે છે સીધી ટક્કર
અબડાસા- ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી શાંતિલા સેંધાણી
મોરબી- ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતિ જયરાજ
લીંબડી- ભાજપમાંથી કિરિટસિંહ રાણા અને કોંગ્રેસમાંથી ચેતન ખાચર
ધારી- ભાજપમાંથી જે.વી. કાકડિયા અને કોંગ્રેસમાંથી સુરેશ કોટડિયા
ગઢડા- ભાજપમાંથી આત્મારામ પરમાર અને કોંગ્રેસમાંથી મોહન સોલંકી
કરજણ- ભાજપમાંથી અક્ષય પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા
કપરાડા- ભાજપમાંથી જીતુ ચૌધરી અને કોંગ્રેસમાંથી બાબુ વરઠા
ડાંગઃ ભાજપમાંથી વિજય પટેલ અને કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગાવિત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement