શોધખોળ કરો

Gujarat CM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મોટો નિર્ણય, ભેટ-સોગાદોની કરશે હરાજી

Gujarat CM: મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ - સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી.

Gujarat CM Bhupendrabhai Patel: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ તેમને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરવામાં આવશે. હરાજીમાંથી મળનારી રકમ દીકરીઓના અભ્યાસ માટે વપરાતાં. સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે નાણાં અપાશે. મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ - સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી.

ફરસાણ થશે મોંઘું, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર

સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. એક જ દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ફરસાણ મોંઘું થઈ શકે છે અને ગૃહિણીઓનું બજેટ પણ બગડી શકે છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલનો ભાવ 2800ને પાર થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 43 લાખ ટન ઉત્પાદન થવા છતાં સિંગતેલ મોંઘું છે. 50 રૂપિયાના વધારા બાદ સિંગતેલનો ભાવ 2770થી વધીને 2850 થયો છે. જ્યારે સાઇડ તેલોના ભાવમાં કોઈ અસર નહીં. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000થી નીચે છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1940 થી 1990 છે.

ફેસબુક પર પાંગર્યો પ્રેમ, પતિની કાંટો કાઢવા પત્નીએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો

ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ કરી હતી. આરોપી વિનોદ મહેશ સિંગ પર ઇનામ જાહેર કરાયું હતું. પતિનો કાંટો કાઢવા પત્ની પતિને મુંબઈથી ઉભરાટ દરિયા કિનારે ફરવાના બહાને લાવી હતી, જ્યાં ઝાડી ઝાંખરામાં લઘુશંકાના બહાને લઈ જઈ ચપ્પુ ના ઘા જીકી પતિની હત્યા કરી હીધી હતી.

શું છે મામલો

મુંબઈના બોઇસર ઇસ્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની પ્રમોદસિંહ બીરજાસિંહ 19 માર્ચ,2021ના દિવસે તેની પત્ની પ્રીતિ અને પુત્ર સાથે ઉભરાટના દરિયાકિનારે ફરવા ગયા હતા. ઉભરાટથી પરત નવસારી સ્ટેશને રિક્ષામાં જતી વખતે વચ્ચે આવતી ઝાડીઓમાં પ્રમોદસિંહને લઇ જઇ ચપ્પુના ઘા ઝીંકી દઇ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તેની પત્ની પ્રીતિ જ મુખ્ય સૂત્રધારા નીકલી હતી. પ્રીતિને ફેસબુક ઉપર તેના વતનની નજીક  બિહારના કીસાત ગામના વિનોદ મહેશ સિંગ સાથે પ્રેમ થયો હતો. તે તેને મળવા વતન પણ જતી હતી.

બંનેએ ભેગા મળી પ્રમોદસિંહનો કાંટો કાઢવા કાવતરું રચ્યું હતું. મહેશ સિંહ તે વખતો લખનઉ હતો અને તેણે સુરત રહેતા તેના પિતા પિતરાઈ અનિકેત અને ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગીને કામ સોંપ્યું હતું. કાવતરા પ્રમાણે મુંબઈથી ટ્રેન આવી ત્યારે બંને ભાઈઓ રિક્ષાચાલકના સ્વાગંમાં નવસારી સ્ટેશન પાસે ઉભા રહ્યા હતા. પ્રીતિ તેમની રિક્ષામાં પતિ સાથે બેઠી હતી. રસ્તામાં પાંચ વર્ષીય પુત્રને લઘુશંકા માટે રિક્ષા રોકાવી પતિને ઝાડીમાં લઈ જઈ ત્રણેયે મળી હત્યા કરી હતી. હત્યા કરનારી પ્રીતિ સહિત ત્રણેય પકાડાઈ ગયા હતા પરંતુ જેના પ્રેમમાં તેણે આ કાવતરું રચ્યું હતું તે મહેશસિંહ બે વર્ષથી ફરાર હતો. આરોપી હરિયાણાના ગુડગાંવના સિટીમોલમાં નોકરી કરતો હોવાની બાતમી વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર પી.વાય.ચિત્તે અને ટીમે ઝડપી લઇ નવસારી પોલીસે સોંપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget