Gujarat : ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ
ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે. ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે.
12 ડિસેમ્બરે શપથવિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.
ઈશાન કિશને વન ડેમાં ફટકારી સૌથી ઝડપી બેવડી સદી, સેહવાગ સહિત અનેક દિગ્ગજોને રાખ્યા પાછળ
ઈશાન કિશને શનિવારે (10 ડિસેમ્બર) બાંગ્લાદેશ સામે ODI કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ સદી પણ છે. કિશને ચટગાંવમાં પોતાની ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ તોડ્યા હતા. તે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલામાં તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. કિશન 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 24 ફોર અને 10 સિક્સર ફટકારી હતી
કિશને 126 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. ક્રિસ ગેલની વાત કરીએ તો તેણે 2015 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી. ગેઈલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. વનડેમાં બેવડી સદી ફટકારનાર કિશન ભારતનો ચોથો બેટ્સમેન બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માએ અણનમ સદી ફટકારી હતી. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો તે અણનમ સદી ફટકારનાર વિશ્વનો સાતમો બેટ્સમેન છે. વનડેમાં આ નવમી બેવડી સદી છે. રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે એકથી વધુ અણનમ સદી ફટકારી છે. તેણે આવું ત્રણ વખત કર્યું છે.