શોધખોળ કરો

Gujarat: પૂર્વ મંત્રીઓ હજુ સુધી સરકારી બંગલા ખાલી નથી કરી રહ્યાં, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ, જાણો કોનું-કોનું લીધુ નામ ?

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આરોપ લગાવતા કહ્યું છે કે, ગુજરાતમાં પુર્વ મંત્રીઓ સરકારી બંગલા ખાલી નથી કરી રહ્યા છે.

Gujarat: ગુજરાત સરકાર સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે, હવે કોંગ્રેસે ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર સામે આરોપ લગાવ્યો છે, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં પૂર્વ મંત્રીઓ હજુ સુધી સરકારી બંગલાઓ ખાલી નથી કરી રહ્યાં છે. 

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આરોપ લગાવતા કહ્યું છે કે, ગુજરાતમાં પુર્વ મંત્રીઓ સરકારી બંગલા ખાલી નથી કરી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, પૂર્વ મંત્રીઓમાં કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા સહિતના નેતાઓએ હજુ સુધી પોતાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો. આ તમામ નેતાઓ નવી સરકારમાં મંત્રી નહી હોવા છતા હજુ સુધી સરકારી બંગલાઓ ખાલી નથી કરી રહ્યાં.

જૂનના પ્રથમ સપ્તાહથી રાજ્યના તમામ પુલની ચકાસણી હાથ ધરાશે, અંદાજે 8000 બ્રિજની ગુણવત્તા ચકાસવામાં આવશે

Gujarat Bridge: મોરબી દુર્ઘટના બાદ હવે સરકારે રાજ્યના તમામ પુલોની ગુણવત્તાની ચકાસણીનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પુલોની ગુણવત્તાની તપાસ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અંદાજિત 8 હજાર પુલોની જૂનના પ્રથમ સપ્તાહથી ચકાસણી શરૂ કરશે. ચકાસણી બાદ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ સરકારને રિપોર્ટ સબમિટ કરશે. પુલોની ચકાસણીમાં એક્ઝિક્યુટિવ એન્જિનીયર, સિનીયર અને જુનિયર ઈજનેરને આ કામગીરી સોંપી છે. માર્ગ અને મકાન વિભાગના સચિવે હવેથી દર વર્ષે આ મુજબ પુલોની ચકાસણી કરવાનો દાવો કર્યો હતો.

આ પહેલા રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ અને કામગીરીને લઈને નવી નીતિ જાહેર કરી છે. રાજ્ય સરકારના માર્ગદર્શિકા મુજબ બ્રિજનું 6 મહિનામાં એકવાર ઈન્સ્પેક્શન કરવામાં આવશે, એટલે કે વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન કરવું ફરજીયાત રહેશે. રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજો પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુને ધ્યાને રાખી સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી બ્રિજનું વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના તમામ બ્રિજોનું વર્ષનમાં મે મહિનો અને ઓક્ટોબર મહિનામાં ઈન્સ્પેક્શન કરવાનું જણાવ્યું છે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા મુજબ તમામ બ્રિજોની ઈન્સ્પેક્શનની સંપૂર્ણ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈઝનેરના શિરે રહેશે.

નોંધનીય છે કે, ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી હતી. સાથે જ બેથી અઢી વર્ષમાં નવો બ્રિજ તૈયાર કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના સમયમાં જ તે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. 40 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નહોતો. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપર સ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું હતુ. એટલુ જ નહીં એક પછી એક અનેક વાર બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget