શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકાર આવી હરકતમાં, જાણો કોણે બોલાવી બેઠક?

ગાંધીનગર જિલ્લા પ્રશાસન સાથે જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે કોરોનાને લઈને સમીક્ષા બેઠક મળશે.

ગાંધીનગરઃ રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગર જિલ્લા પ્રશાસન સાથે જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે કોરોનાને લઈને સમીક્ષા બેઠક મળશે. જિલ્લા વહીવટી તંત્ર કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે.

નોંધનીય છે કે, ગઈ કાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે બેઠક કરી હતી. ગઈ કાલે કોરોના હોસ્પિટલમાં ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુભાઇ વાઘણીએ મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે રીક્ષામાં આવેલા દર્દીના ખબર અંતર પૂછયા હતા. હોસ્પિટલમાં સારવાર અંગે વિગતો જાણી હતી. કોરોના વોર્ડ અને ઓમીક્રોન વોર્ડની વ્યવસ્થાઓ જાણી હતી. હોસ્પિટલમાં બેડ અને અન્ય વ્યવસ્થાઓ અંગે મંત્રીએ માહિતી લીધી હતી. 

રાજકોટ આવેલા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે,  શહેર અને જિલ્લાની કોરોના બાબતે ઊંડાણ પૂર્વક ચર્ચા કરાઇ. 80 ટકા બાળકોને વેકસીન અપાઈ.6300 બેડ ઉપલબ્ધ છે. હોસ્પિટલાઈઝ દર્દી લગભગ નથી. દર્દીઓ  સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગની જિલ્લામાં 411 જેટલી ટિમો તૈયાર છે. જે ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરશે. તજજ્ઞો દ્વારા માહિતી મળી છે બાળકોને અસર ન થાય એ માટે ઠડા પીણાં પીવાનું ટાળે. હાલ તમામ વિભાગની તૈયારીઓ કરાઈ છે. આ ઘાતક નથી ઘર બેઠા સાજા થઈ શકાય છે પણ પરિકવ સન્સ લેવા જરૂરી છે. 800 વેન્ટિલેટર તૈયાર છે, 200 જેટલા રાજ્ય પાસેથી મંગાયા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1263  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696,  વડોદરા   કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98,  કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1  કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 27913  કેસ છે. જે પૈકી 26 વેન્ટીલેટર પર છે, જ્યારે 27887 નાગરિકો સ્ટેબલ છે. 824163 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 144 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3599 લોકોને પ્રથમ અને 11427 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24671 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 35767 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 17857 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 93,467 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,31,18,817 લોકોને રસી અપાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget