શોધખોળ કરો

આવતી કાલે આખા ગુજરાતમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ રહેશે બંધ? જાણો શું છે કારણ?

વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.

ગાંધીનગરઃ આવતી કાલે આખા રાજ્યમાં વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રહેશે. આ ઉપરાંત વેક્સિનનો સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતી કાલે બુધવારે વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. 

દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નહીં.  વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.

વડોદરામાં આજે 80 વેકસીન કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલું છે. ગઈ કાલે 8000 ડોઝ કોવેકસીન અને 8000 કોવિસીલ્ડના ડોઝ આવ્યા હતા. આવતી કાલે રસીકરણની કામગીરી રહેશે બંધ. કોવિડ પહેલા દર બુધવારે મમતા દિવસ મુજબ કામગીરી થતી હતી. એ જ આશયથી આવતી કાલે રાબેતા મુજબ મમતા દિવસની કામગીરી કરાશે.

કોવિડ સંક્રમણમાં મમતા દિવસની કામગીરી બંધ રખાતી હતી. મમતા દિવસમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિત ની કામગીરી કરાશે. દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબ ની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ બંધ રહેશે.

રાજકોટમાં વેક્સીનને લઈ ફરી એક વખત ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. આજે વેક્સીનેસનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો છે. 45 સેસન સાઈટ પર માત્ર 6000 વેકસીનના ડોઝ ઉપલબ્ધ છે. 400 કોવેકસીન જ્યારે 5600 કોવીસીલ્ડ વેકસીનનો જથ્થો ઉપલબ્ધ છે. આવતી કાલે રાજકોટ શહેરમાં વેકસીનેસન બંધ રહેશે. રૂટિન ઇમ્યુનાઇઝેશનના લીધે વેકસીનેસન રહેશે બંધ.

ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62  કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2333 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતા. 

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,491 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા છે. અત્યાર સુધીમાં 2,71,07,405 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 

આજે અમદાવાદ કોર્પોરેશમાં 14, સુરત કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, નવસારી 3, રાજકોટ કોર્પોરેશન 3, ભરુચ 2, ગીર સોમનાથ 2, સુરત 2, વડોદરા 2, વલસાડ 2, અમદાવાદ 1, અમરેલી 1, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, જામનગર કોર્પરેશન 1, જુનાગઢ 1, ખેડા 1,પંચમહાલ 1 અને સાબરકાંઠા 1 કેસ નોંધાયો છે. 

આજે અમદાવાદ કોર્પોરેશમાં 76, સુરત કોર્પોરેશનમાં 23, વડોદરા કોર્પોરેશનમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 6 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2333 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા છે. અત્યાર સુધીમાં 2,71,07,405 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 225 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે 8321 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 થી વધારેની ઉંમરના 51298 લોકોને રસીનો પ્રથમ જ્યારે 85670 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18-45 વર્ષથી વધારેની ઉંમરના 148486 લોકોએ રસીનો પ્રથમ અને 5680 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,99,680 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,71,07,405 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget