શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત
નીતિન પટેલે કહ્યું કે, જે વિસ્તારમાં મેલેરિયા કે અન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. સારી કામગીરી કરનાર અધિકારીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખરાબ કામગીરી કરનાર સામે પગલાં ભરવામાં આવશે.
ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને ખુલ્લી ચીમકી આપતાં કહ્યું કે, જે વિસ્તારમાં મેલેરિયા કે અન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. સારી કામગીરી કરનાર અધિકારીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખરાબ કામગીરી કરનાર સામે પગલાં ભરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્યમાં સારા વરસાદથી તળાવો અને નદીઓ ભરાઈ ગયા છે. થોડા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન મળે તેવી સ્થિતિ હતી. જેથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ થાય તે સ્વાભાવિક છે. હાલ વરસાદ રોકાયો છે ત્યારે મચ્છર-માખીજન્ય રોગ ન ફેલાય તે માટે અધિકારીઓને કામગીરી કરવા કહેવામાં આવ્યું છે.
નીતિન પટેલે કહ્યું કે, આજની તારીખ સુધી ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે મેલેરિયાના કેસમાં 49 ટકા ઘટાડો થયો છે. ચિકનગુનીયા અને ડેન્ગ્યુનું પ્રમાણ પણ ગત વર્ષ કરતાં ઓછું છે.
અમિત શાહ આવશે ગુજરાતની મુલાકતે, જાણો શું છે તેમનો કાર્યક્રમ
હિમાચલના પૂરમાં ફસાઈ જાણીતી એક્ટ્રેસ, માત્ર 11 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કર્યું હતું ડેબ્યૂ, જાણો વિગત
સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટર શ્રીસંતને BCCIએ આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધની સજા ઘટાડીને કરી સાત વર્ષ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement