શોધખોળ કરો
Advertisement
સરકારના જમીનને લઇન ત્રણ મહત્વના પરિપત્ર, અધિકારીએ કચેરીમાં જમીનની ફેરફારની નોધણી કરવી પડશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ત્રણ મહત્વના પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગને લગતા ત્રમ મહત્વના આદેશ કર્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે હવેથી નોધના કાગળો પૈકીના અગત્યના દસ્તાવેજો ફરજીયાતપણે સ્કેન કરવાનારહેશે જેથી જરૂરૂયાત સમયે આ દસ્તાવેજો કોમ્યુટર પરથી ઝડપથી મેળવી શકાય.
આ ઉપરાંત બળતા નામ કે અટકના આધારે જમીન વેચાણના કિસ્સાઓને નવારી શકાય તે માટે ખાતેદારો પોતાનો આધાર કાર્ડ નંબર આપવા માંગે તો તેમની જમીનની વિગતની ચકાસણી કરીને આધાર કાર્ડને જમીનના સોદાઓ સાથે લિંક કરાશે ત્રીજા પરિપત્ર પ્રમાણે જમીનને લગતા તમામ ફેરફારોની નોધો એસએસઆરડી, જિલ્લી તથા તાલુકા પંચાયત કચેરી, જમીન સંપાદક સંસ્થાઓ જમીન સંપાદક અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા કરવાની રહેશે.
જમીન સુધારણા અંતર્ગત જમીનધારકોને તેની જમીનને લગતા કોઇ પણ હુકમ કરનાર અધિકારી દ્વારા જ કચેરીમાં નોધ થાય તે હેતુથી કેટલાક નક્કર પગલા લેવામાં આવ્યા છે. આ નિર્ણય મુજબ 1 એપ્રિલ 2017 પહેલા જ હુકમો થયા હોય અથવા થવાના હોય તેનો નોધો જે તે હુકમ કરનારા સક્ષમ અધિકારીની કચેરી જ કરશે તેમ મહેસૂલ મંત્રી ભૂપેદ્ર સિંહ ચુડાસામાએ જણાવ્યું હતું. ખોટી વ્યક્તિઓ દ્વારા થતા ઠગાઇનાં કિસ્સામાં ખાતેદરો જ્યારે 7/12 ની નકલ લેવા જાય, દસ્તાવેજ નોંધણી કરાવે ત્યારે ઇ-ગ્રામ સેન્ટર પર જન સેવા કેંદ્રમાં ઇ-ધા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોધાવી શકાશે. સંબંધિત મહેસૂલ અધિકારી દ્વારા જે નોધો દાખલ કરવાની રહેશે તેમા જમીન ફાળવણી બિન ખેતી શરત બદલી સરવે સુધાર, જમીન ખાલસાસ લીઝ ભાડે પટ્ટો, પ્રમોલગેશન,આરટીએસનો હુકમ તથા જમીન સંપાદનનાં વિવિધ હુકમોનો નોધો એસએસઆરડી, જિલ્લા તથા તાલુકા પંચાયત કચેરી જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરવાની રહેશે. ઇ-ગ્રામ અને જનસેવા કેન્દ્રમાં રેકર્ડ ઓફ રાઇટની નકલ લેવા જમીનનાં વ્યવહારની ફેરફારની નોધ દાખલ કરાવવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવજનું રજિસ્ટ્રેશન કરાવવા બેંકમાં બોજાની નોધ દાખલ કરાવવા કે કમી કરાવવા, તથ સ્વેચ્છિક રીતે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખાતામાં આધાર સંબધિત અધિકારીએ ઇ-ધરા કેંદ્રમાં આધાર કાર્ડનો નંબર નોધાવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement