શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ફરીથી લોકડાઉન લદાશે કે નહીં ? સરકારે શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
મુખ્ય સચિવે કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. તેના બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
ગાંધીનગર : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈને શુક્રવારે મુખ્ય સચિવે કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. તેના બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે પરંતુ આ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉનની કોઈ સંભાવના નથી.
રાજ્ય સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉનની કોઈ શક્યતા નથી. ફરીથી લોકડાઉન લાદવાની વાત અફવા છે. મુખ્ય સચિવની કલેક્ટરો સાથેની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉન અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવે અનિલ મુકીમે શુક્રવારે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સિવાય અનલોક દરમિયાન ધંધા રોજગારની પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ 28183 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 40,115 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion