શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ ધારાસભ્યો-મંત્રીઓના પગારમાં કેટલો કરાયો ઘટાડો? જાણો વિગત

ગુજરાત સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતાના પગારમાં 30 ટકાનો કાપ મુકી દીધો છે.

ગાંધીનગરઃ કોરોનાના કહેરને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી 17મી મે સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકડાઉનને કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, જેને કારણે લોકોને આર્થિક ભીંસ પડી રહી છે. સામાન્ય લોકો જ નહીં, લોકડાઉનને સરકારને પણ આવકમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતાના પગારમાં 30 ટકાનો કાપ મુકી દીધો છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા 8મી એપ્રિલ 2020ના ગુજરાત રાજપત્ર(અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન 2020ના ગુજરાત વટહુકમ ક્રમાંકઃ 1નો ગુજરાતી અનુવાદ લોકોની જાણ માટે પ્રસિદ્ધ કરાયો છે. ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના અને મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાઓના પગાર અને બથ્થાંને લગતા કાયદા વધુ સુધારવા બાબતનો વટહુકમ છે. આ વટહુકમમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ નથી અને ગુજરાતના રાજ્યપાલને એવી ખાતરી થઈ છે કે ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના અને મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતા કાયદા સુધારવા માટે તાત્કાલિક પગલું લેવાનું તેમને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે. તેથી હવે ભારતના સંવિધાનના અનુચ્છેદ 213ના ખંડ(1)થી તેમને મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ આથી આ વટહુકમલ પ્રસિદ્ધ કરે છે. આ વટહુકમનો અમલ પહેલી એપ્રીલ 2020થી શરૂ થઈ ગયો છે. તેમજ આ વટહુકમ આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે. જે પ્રમાણે દરેક સભ્યને મહિના દીઠ 30 ટકા ઓછો મૂળ પગાર ચકવવામાં આવશે. સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ (COVID-19) તરીકે ઓળખાતા કોરોનાવાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો માણસોને તેનો ચેપ લાગ્યો છે અને ભારત પણ તેમાં અપવાદરૂપ નથી. ગુજરાત રાજ્ય પણ કોવિડ-૧૯ (COVID-19)ની કટોકટીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને કોઈપણ વ્યક્તિ ચોક્કસપણે કહી શકે તેમ નથી કે કેટલા લાાંબા સમય સુધી તે પરિસ્થિત ચાલુ રહેશે. રાજ્ય સરકાર મહત્તમ પ્રયત્નો કરી રહી છે અને કોરોના વાઈરસનો સામનો કરવા માટે, તમેણે પોતાના તમામ સાધનો પણ કામે લગાડી દીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Embed widget