શોધખોળ કરો

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિની માંગ સાથે રાજધાનીમાં કૂચ કરી છે

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિની માંગ સાથે રાજધાનીમાં કૂચ કરી છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલ તમામ સુરક્ષા કોર્ડન તોડીને વિરોધીઓ આગળ વધી રહ્યા છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. મોડી રાત્રે તહરીક-એ-ઇન્સાફે ઇસ્લામાબાદના ડી-ચોકની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને X પર એક પોસ્ટ કરી હતી.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નિર્દોષ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીને કન્ટેનર પરથી સશસ્ત્ર અર્ધલશ્કરી દળોએ નિર્દયતાથી ખૂબ ઊંચાઈથી નીચે ફેંકી દીધો હતો. આ ભયાનક કૃત્ય આ શાસન અને તેના સુરક્ષા દળોની સંપૂર્ણ નિર્દયતા અને ફાસીવાદને દર્શાવે છે, જેઓ તેમના રસ્તામાં આવનાર કોઈપણ નાગરિકને કચડી નાખે છે.

પીટીઆઈએ ઈસ્લામાબાદ વોર ઝોનમાં ફેરવાઈ ગયો હોવાનો વીડિયો શેર કર્યો છે. સુરક્ષા દળો નિઃશસ્ત્ર નાગરિકો પર ક્રૂર બળનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ સૌથી કાળો સમય છે. ઈમરાનના પક્ષે કહ્યું કે સુરક્ષા દળોએ ઈસ્લામાબાદના ડી-ચોકની આસપાસ કન્ટેનર, કાર અને અન્ય જાહેર સંપત્તિને સળગાવવાનું શરૂ કરી દીધું છે. સ્નાઈપર્સ, ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને કચડી નાખવામાં આવી રહ્યા છે.

પીટીઆઈએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક ડઝન નિર્દોષ દેખાવકારોના મૃત્યુની પુષ્ટી થઈ છે, જ્યારે સેંકડો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર, રાજધાનીની હોસ્પિટલોમાં સતત મોતના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.

 ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ X પર એક પોસ્ટમાં કહ્યું કે 3 નિર્દોષ દેખાવકારોના મોતની પુષ્ટી થઈ છે, જ્યારે 47 ઘાયલ થયા છે. સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરી રહી છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget