શોધખોળ કરો

Gujarat IPS: રાજ્યના કયા બે IPSને અપાયું પ્રમોશન ? કયા 7 અધિકારીઓના ગ્રેડમાં કરાયો સુધારો

ગૃહમંત્રાલય દ્વારા IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે.

Gujarat IPS: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. આ પહેલાં રાજ્યના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કયા બે અધિકારીઓને અપાયું પ્રમોશન

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી  પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને  ADGP તરીકે પ્રમોશન અપાયું છે.   તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. 2010ની બેચના સાત IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે.

આ અધિકારીઓના ગ્રેડ સુધારાયા

  • જયપાલસિંહ રાઠોર
  • ડૉ.લીના માધવરાવ પાટીલ
  • શ્વેતા શ્રીમાળી
  • નિર્લિપ્ત રાય
  • દીપકકુમાર મેઘાણી
  • મહેન્દ્ર બગરીયા
  • સુનિલ જોશી

આ ઉપરાંત આઈપીએસ અધિકારીઓની બદલીના પણ ટુંક સમયમાં આદેશ થઈ શકે તેવી પણ શક્યતા છે.

વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં કરાવેલો જમીનનો સર્વે ભtપેન્દ્ર પટેલ સરકારે રદ્દ કર્યો છેઃ.... સમગ્ર રાજ્યમાં હવે ફરીથી જમીનનો રિ સર્વે હાથ ધરવામાં આવશે. જેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે આજે મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. ભૂતકાળમાં થયેલી જમીન માપણીમાં જે એજન્સીએ કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન કોચમાં પડી ગઈ હતી. આ કામગીરી માટે રૂપાણી સરકારે તે એજન્સીએ અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવા તૈયાર થઈ છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે....

રૂપાણી સરકારમાં થયેલા જમીનના સર્વેમાં સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી... જુનો જમીન સર્વે કરવા માટે સરકારે એક એજન્સી હાયર કરી હતી. જેને જમીન સર્વે કરવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવી હોવાનો અંદાજ છે. જુના સર્વેમા અનેક ફરિયાદો મળી હતી.. જેમાં જમીનો ના નકશાઓ બદલાય ગયા હતા.. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.. અહીં સવાલ એ કે જૂની એજન્સી ને જે રકમ ચૂકવી ને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતા ના નાણા નું શુ???.. નવેસરથી સરકાર એજન્સી હાયર કરી ને ફરી નાણાનો વ્યય કરશે...  જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ થશે... પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનથી સર્વે... જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget