Gujarat New Cabinet : ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ક્યા 10 ધારાસભ્યોએ લીધા કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ ? કોણ બન્યું નંબર 2
આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે.
![Gujarat New Cabinet : ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ક્યા 10 ધારાસભ્યોએ લીધા કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ ? કોણ બન્યું નંબર 2 Gujarat New Cabinet : 10 cabinet ministers in Bhupendra Patel cabinet Gujarat New Cabinet : ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ક્યા 10 ધારાસભ્યોએ લીધા કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ ? કોણ બન્યું નંબર 2](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/c7540f38532e6e90681ca880ef501c19_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ પ્રધાનોનો સમાવેશ કરાયો છે. આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)
જીતુભાઈ વાઘાણી (ભાવનગર)
ઋષિકેશ પટેલ (વિસનગર)
પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)
કિરિટસિંહ રાણા (લીંબડી)
નરેશ પટેલ (ગણદેવી-નવસારી)
પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)