(Source: ECI/ABP News/ABP Majha)
CM ભુપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતા પહેલા કોની પ્રતિમાને નમન કરી પુષ્પ અર્પણ કર્યા?
મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો. ભુપેન્દ્ર પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો. નવનિયુકત મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ ભુપેન્દ્ર પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી.
પ્રથમ વખત ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ભૂપેન્દ્ર પટેલ ગઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના તમામ નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણાના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી.
ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યમંત્રી બન્યા
ભૂપેન્દ્ર પટેલે 2-20 કલાકે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા.
ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરમાં ગાયની પૂજા કરી હતી
શપથ લેતા પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરમાં ગાયની પૂજા કરી હતી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીને મળ્યા
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં વિજય રૂપાણીને મળ્યા હતા.
સુભાષ ચોક મંદિરે કર્યા દર્શન
નીતિન પટેલના ઘરે મુલાકાત કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સુભાષ ચોકમાં આવેલ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.