શોધખોળ કરો

Gujarat: સી.જે.ચાવડાની સાથે આ સીનિયર નેતાઓ પણ ભાજપમાં જોડાશે, 12મીએ વિજાપુરમાં ભાજપનો મોટો ભરતી મેળો

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ રાજ્યમાં એક્શન મૉડમાં એક પછી એક નાના મોટા કોંગ્રેસી નેતાઓને ભાજપમાં સામેલ કરીને કેસરિયો કરી રહી છે

Gujarat Politics: લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ રાજ્યમાં એક્શન મૉડમાં એક પછી એક નાના મોટા કોંગ્રેસી નેતાઓને ભાજપમાં સામેલ કરીને કેસરિયો કરી રહી છે. આ કડીમાં હવે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા પણ કેસરિયો કરવાના છે, આ માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. સીજે ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપ પ્રદેસ અધ્યક્ષ સીઆર પાટીલના હાજરીમાં 3000થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થશે. ભાજપનો આ ભરતીમેળો વિજાપુરના કર્ણાવતી પાર્ટીપ્લોટમાં રાખવામાં આવ્યો છે.

કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા ગણાતા સી.જે. ચાવડા પક્ષ સાથે છેડો ફાડી ચૂક્યા છે, અને હવે ભાજપમાં પ્રવેશ કરવાના છે. આગામી 12મી ફેબ્રુઆરીએ સી.જે. ચાવડા કેસરિયો ખેસ ધારણ કરશે, વિજાપુરમાં કર્ણાવતી પાર્ટીપ્લોટમાં ભાજપનો ભરતી મેળો કાર્યક્રમ યોજાશે, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા પોતાના 3000થી વધુ કાર્યકરોના કાફલા સાથે ભાજપમાં વિધિવત રીતે સામેલ થશે, સી.જે. ચાવડાની સાથે જિલ્લા અને તાલુકાના મોટા નેતાઓ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવાના છે. 

હાલમાં જ સી.જે.ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે. 

સી.જે.ચાવડાની સાથે કોણ-કોણ થશે ભાજપમાં સામેલ, જુઓ
સી.જે. ચાવડા 3000 કાર્યકરોના કાફલા સાથે વિજાપુરમાં 12મીએ બપોરે 3 કલાકે ભાજપમાં સામેલ થઇ જશે. આ કાર્યક્રમ વિજાપુરના કર્ણાવતી પાર્ટીપ્લોટમાં રાખવામાં આવ્યો છે. ભાજપના ભરતી મેળામાં સી.જે. ચાવડાની સાથે સાથે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થશે. આમાં મહેસાણા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા હર્ષદ પટેલ ભાજપમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસની જનરલ સેક્રટરી અને વિજાપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય પટેલ પણ ભાજપમાં જોડાશે. વિજાપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિનેશસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ અને મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર પણ ભાજપમાં જોડાશે. મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વી કે પટેલ પણ ભાજપમાં જોડાશે, વિજાપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચંદનજી ઠાકોર પણ 12 ફેબ્રુઆરીએ જ ભાજપમાં સામેલ થશે. 

‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર

દેશમાં હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. આ દરમિયાન રામ મંદિર વિશે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રામ મંદિર મામલે કોઇ મતમતાંતર નહીં. ‘ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રઝળાવવા ભાજપની કરતૂત છે.

સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શું કહ્યું

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું, કોંગ્રેસ નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે. ‘લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દૂર ઉપયોગથી નેતાઓને ડરાવાય છે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા મારી સાથે ફોન પર રડ્યાં છે, સરકારે પરિસ્થિતિ વિકટ કરતા ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી.  કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા  પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.

સી જે ચાવડાએ કહ્યું કે,“મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો,

કોણ છે સી, જે ચાવડા

ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસોSurat Video Viral: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ! | abp Asmita LIVEKheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  
Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  
Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
ડોક્યુમેન્ટ અથવા ફોટોને ઓનલાઇન કન્વર્ટ કરવું પડી શકે છે મોંઘુ, જાણો કોણે જાહેર કરી ચેતવણી?
ડોક્યુમેન્ટ અથવા ફોટોને ઓનલાઇન કન્વર્ટ કરવું પડી શકે છે મોંઘુ, જાણો કોણે જાહેર કરી ચેતવણી?
Embed widget