શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત
રાજ્યમા છેલ્લા 24 કલાક દરમિયાન 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગાંધીનગરઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ બરાબરની જમાવટ કરી છે. વડોદરામાં 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો હતો. જેના કારણે હાલ વડોદરા શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવો માહોલ છે. રાજ્યમા છેલ્લા 24 કલાક દરમિયાન 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 499 મિમી, અમદાવાદમાં 70 મિમી, સુરતમાં 89 મિમી, કચ્છમાં 16 મિમી, પાટણમાં 17 મિમી, બનાસકાંઢાના અમીરગઢમાં 75 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે કડીમાં 41 મિમી, હિંમતનગરમાં 118 મિમી, ઈડરમાં 136 મિમી, ખેડબ્રહ્મામાં 180 મિમી, ગાંધીનગરમાં 8 મિમી વરસાદ પડ્યો છે.
આણંદમાં 74 મિમી, ડભાઈમાં 187 મિમી, કરજણમાં 165 મિમી, સિનોરમાં 283 મિમી, વાઘોડિયામાં 292 મિમી વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 12 મિમી, ધ્રાંગધ્રામાં 28 મિમી, ધોરાજીમાં 37 મિમી, જામનગરમાં 20 મિમી, પોરબંદના કુતિયાણામાં 19 મિમી, જુનાગઢમાં 101 મિમી, માણાવદરમાં 107 મિમી,, વંથલીમાં 139 મિમી, વિસાવદરમાં 116 મિમી, કેશોદમાં 67 મિમી, ભેંસાણમાં મિમી,, ગીર ગઢડામાં 21 મિમી, અમરેલીમાં 27 મિમી, બાબરામાં 67 મિમી, સાવરકુંડલામાં 16 મિમી, ભાવનગરમાં 28 મિમી, પાલિતાણામાં 49 મિમી, બોટાદમાં 7 મિમી, બરવાળામાં 17 મિમી, ગઢડામાં 13 મિમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 81 મિમી, જંબુસરમાં 93 મિમી, નર્મદાના તિલકવાડામાં 147 મિમી, તાપીના વાલોડમાં 96 મિમી, વ્યારામાં 67 મિમી, સુરતના માંડવીમાં 105 મિમી, ઉમરપાડામાં 128 મિમી, સુરત શહેરમાં 54 મિમી, બારડોલીમાં 89 મિમી, નવસારીના ચિખલીમાં 49 મિમી, વાંસદામાં 67 મિમી, વલસાડના ધરમપુરમાં 61 મિમી,સ કપરાડામાં 71 મિમી, ડાંગના આહવાના 62 મિમી, વઘાઈમાં 115 મિમી વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement