Gujarat Rain: રાજ્યમાં વરસાદથી કેટલા ગામોમાં ખોરવાયો વિજ પુરવઠો, કેટલા રસ્તા છે બંધ, જાણો
Gujarat Monsoon: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
કેટલા ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો ?
રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે 33 ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. સૌથી વધુ કચ્છના 28 ગામમાં વિજ પુરવઠો ખોરવાયો છે. દેવભુમિ દ્વારકાના બે અને રાજકોટના ત્રણ ગામમાં વરસાદના પગલે વિજપુરવઠો ખોરવાયો છે.
કેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ ?
રાજ્યમાં વરસાદના પગલે 42 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. સ્ટેટ 2 રસ્તાઓ અને 1 નેશનલ હાઇવે જ્યારે અન્ય 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સૌથી વધુ જૂનાગઢ માં 7 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 6, સુરેન્દ્રનગરમાં 4 ,વલસાડમાં 3,નવસારીમાં 3, કચ્છમાં 3, બોટાદમાં 2, રાજકોટમાં 2, અમરેલી, જામનગર, સુરત અને બનાસકાંઠામાં 1-1 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને બરાબર બે સપ્તાહ થયા છે. આ વખતે ચોમાસાએ સારી શરૂઆત કરતાં રાજ્યમાં સરેરાશ 13.21 ઈંચ સાથે મોસમનો 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે 8 જુલાઇ સુધી ગુજરાતમાં 7.67 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 23.50 ટકા વરસાદ પડયો હતો. આ ઉપરાંત ચોમાસાની વર્તમાન સીઝનમાં 100 ટકાથી વધુ વરસાદ પડયો હોય તેવો કચ્છ સૌપ્રથમ જિલ્લો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના 10માંથી ચાર તાલુકામાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં 188.68 ટકા સાથે અંજાર, 123.69 ટકા સાથે ભુજ, 136.39 ટકા સાથે ગાંધીધામ અને 126.88 ટકા સાથે મુન્દ્રાનો સમાવેશ થાય છે. કચ્છના રાપરમાં 9.92 ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો વરસાદ પડયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 44.25 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 39.44 ઈંચ અને નવસારીના ખેરગામમાં 38.93 ટકા વરસાદ પડયો છે.
જિલ્લા પ્રમાણે સૌથી વધુ વરસાદમાં વલસાડમાં સૌથી વધુ 33.03 ઈંચ, જુનાગઢમાં 28.70 ઈંચ, નવસારીમાં 26.65 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 33 ઈંચ સાથે મોસમનો હજુ સુધી 36 ટકા વરસાદ પડયો છે. છેલ્લા 30 વર્ષની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન વલસાડમાં 92 ઈંચ જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોય છે. રાજ્યના બે તાલુકામાં 40 ઈંચથી વધુ, 44 તાલુકામાં 20 થી 40 ઈંચ સુધી, 99 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 15 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે. 2.75 ઈંચ સાથે દાહોદના ગરબાડા, 2.91 ઈંચ સાથે લીમખેડા, 2.91 ઈંચ સાથે છોટા ઉદેપુરના નસવાડી એવા તાલુકા છે જ્યાં સૌથી ઓછી મેઘમહેર થઇ છે.
Join Our Official Telegram Channel: