શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાકમાં કયા 8 જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યના આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ પડશે. 40 થી 50 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગે આજે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યના આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ પડશે. 40 થી 50 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.  જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ,  વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.

ગઈ કાલે અમદાવાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ, ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બુધવારે રાતના આઠથી દસ વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોની થઈ હતી. બે કલાક વરસેલા વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણીનગર, વટવામાં પોણા બેથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. બોપલ, ઘુમા, શિલજ, રાણીપ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા મહાનગર પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. બુધવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એયરપોર્ટ પર પણ ભારે નુકસાન થયું હતું.

ભારે પવનને લીધે પાંચ એયરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા હતા. જેમાંથી ત્રણ ઈંડિગો અને બે ગો એયરના વિમાનને નુકસાન થયુ છે. ભારે પવનને લીધે વિમાનમાં ચઢવાની સીડી પણ એયરક્રાફ્ટ સાથે અથડાતા મોટુ નુકસાન થયુ છે.

અમદાવાદ શહેરમાં વરસેલા થોડા જ વરસાદે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. બુધવારે પડેલા વરસાદના પાણી હજુ કેટલાય વિસ્તારમાં ઓસર્યા નથી. તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. માણેકબાગ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર જ વૃક્ષ પડતા માર્ગ બ્લોક થયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સવાલ તો તે છે કે ગયા મહિને જ તાઉતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં 2500 મોટા અને 6000 નાના વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમ છતાં મનપાએ કોઈ શીખ લીધી નથી અને ટ્રી સ્ટ્રીમિંગના દાવાઓની પોલ ખોલી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Embed widget