ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવાર મુદ્દે લીધો મોટો નિર્ણય
સરકારી કર્મચારીના મૃત્યુ બાદની સહાયની મંજૂરી આપવાની સત્તા જે તે વિભાગના વડા ને સોંપવામાં આવી. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણાં વિભાગ પાસે હતી, જેના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો.
ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આ પરિવારને મોટી રાહત થશે. મૃતકના પરિજનને સહાય ચૂકવવાની મજૂરી હવે ઝડપીથી મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારી કર્મચારીના મૃત્યુ બાદની સહાયની મંજૂરી આપવાની સત્તા જે તે વિભાગના વડા ને સોંપવામાં આવી. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણાં વિભાગ પાસે હતી, જેના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો. કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવા માટે સરકારે નિર્ણય કરેલ છે.
ગુજરાતમાં ધોરણ-6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે ધીમે ધીમે સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે. આ અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી હતી.
ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6થી 8 ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકો સાથે કરી વાત
ગાંધીનગરઃ PM મોદી રાજયકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. PM મોદી અનાજ ધારકો સાથે વાર્તાલાપ કર્યો હતો. PM મોદી NFSA કાર્ડ ધારકોને વર્ચ્યુઅલી કાર્યક્રમમા હાજરી આપી હતી. વડનગરના લાભાર્થી સાથે વાત કરી હતી. દાહોદના લાભાર્થીને PMએ પૂછ્યું, રાશન સમય સર મળે છેકે કેમ? અન્ય યોજના લાભ મળે છે કે કેમ તે અંગે PMએ કરી દાહોદના લાભાર્થી સાથે વાત કરી હતી.
ઝલોડના લાભાર્થી વર્ષાબેન સાથે પણ વાત કરી હતી. રાજકોટથી જોડાયેલા નયનાબેન સાથે PMએ વાત કરી હતી. અન્ન યોજના લાભ અંગે શુ લાભ મળે તે અંગે PM પૂછ્યું. યોજનાના લાભ અંગે તકલીફ પડી કે વચેતીયા કોઈ મુશ્કેલી પડી કે તે અંગે કર્યો પ્રશ્ન. અનાજ મળે તેનાથી સંતોષ કેવો કેવો મળ્યો તે અંગે પણ PMએ પૂછ્યું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું રાજકોટનો ઋણી છું. હું રાજકોટ એટલા માટે આભારી છું, હું પહેલા રાજકોટથી mla બન્યો હતો. જાસપુરના લાભાર્થી દિલીપભાઈ સાથે કરી PMએ વાત કરી હતી. કોરોના અંગે ગામમા ચિતાર મેળવ્યો. કોરોના કાળમાં આપના વ્યવસાય અસર થઈ હશે. સલૂનનો વ્યવસાય તકેદારી રાખો છો કે કેમ તે પણ PMએ પૂછ્યું.