(Source: ECI/ABP News/ABP Majha)
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજથી ગુજરાત શૈક્ષિક મહાસંઘ વિરોધ પ્રદર્શન કરશે
જૂની પેન્શન સ્કીમ અને H-TAT સહિતના પડતર પ્રશ્નોએ ગુજરાત શૈક્ષિક મહાસંઘ આજથી રાજ્યભરમાં રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજશે.
ગાંધીનગરઃ જૂની પેન્શન સ્કીમ અને H-TAT સહિતના પડતર પ્રશ્નોએ ગુજરાત શૈક્ષિક મહાસંઘ આજથી રાજ્યભરમાં રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજશે. રાષ્ટ્રીય શિક્ષક સંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે કહ્યું કે જૂની પેંશન યોજના ફરી લાગુ કરવામાં આવે. કર્મચારીઓની નિવૃતિ બાદ આર્થિક સુરક્ષા માટે આ આંદોલન છે. જો રાજસ્થાન અને બંગાળમાં જૂની પેન્શન સ્કીમ લાગુ હોય તો ગુજરાતમાં કેમ લાગુ ન કરી શકાય. શૈક્ષિક મહાસંઘે દાવો કર્યો કે શિક્ષકોની સાથે સાથે તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાશે.
Surat : 19 વર્ષીય કોલેજીયન યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર
સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં 19 વર્ષીય કોલેજીયન યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના રુદરપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય કોમલ પટેલે આપઘાત કરી લીધો છે. બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ અગાઉ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોમલે આપઘાત કેમ કર્યો તેનું કારણ અકબંધ છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
Surat : પ્રેમીએ પરાણે શારીરિક સંબંધો બાંધીને સગીરાને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે દુષ્કર્મ આચરતાં 16 વર્ષની સગીરા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં જ રહેતા યુવકે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શિયળ લૂંટ્યું હતું. પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા યુવક અને 16 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ફ્રન્ડ બન્યા હતા. તેમજ આ પછી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાને લલચાવીને પ્રેમીએ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.
ગર્ભ રહી જતાં સગીરા ડરી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવારને જાણ થતાં યુવક સામે પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક