(Source: ECI/ABP News/ABP Majha)
Hardik Patel Joins BJP: હાર્દિક પટેલ વિધિવત રીતે બીજેપીમાં સામેલ, પીએમ મોદીને ગણાવ્યા દેશનું ગૌરવ
હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચૂક્યો છે.
Hardik Patel In BJP: ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ (Hardik Patel) ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઇ ગયો છે. હાર્દિક પટેલ બીજેપીના કાર્યલાય કમલમમાં વિધિવત રીતે બીજેપીમાં સામેલ થઇને બીજેપીનો ખેસ પહેરી લીધો છે. હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચૂક્યો છે. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ બીજેપીમાં ખેંચી લાવશે.
બીજેપીમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું.
સવારે પણ કર્યુ હતુ ટ્વીટ -
પાર્ટીમાં સામેલ થયા પહેલા આજે હાર્દિકે એક ટ્વીટ કર્યુ હતુ. તેને ટ્વીટમાં કહ્યું હતુ કે, રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.
હાર્દિક પટેલે કહ્યું હતુ કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત, તથા સમાજહિતની ભાવનાઓની સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.
આ પણ વાંચો.....
રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત
Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ
NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું
Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન