શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 4 જૂને ક્યા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ? ખેડૂતો માટે શું ખતરો ?
ગુજરાતના દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે જેને લઈને સોમવાર એટલે આજથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂનછી લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડમાં પરિવર્તિત થશે અને 3 જૂનના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાય તેવી શક્યતા છે અને ત્યાર બાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ 2 જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે 3 જૂનની સવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
4 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 5 જૂનના રોજ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement