શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: મોડી સાંજે નશામાં ઘૂત કાર ચાલકે એકસાથે કેટલાં વાહનોને અડફેટે લીધા? આંકડો જાણીને ચોંકી જશો
કારમાંથી દારૂ મળી આવ્યો છે અને કાર ચાલક પર પીધેલી હાલતમાં હતો. એક વ્યક્તિને ટક્કર માર્યા બાદ ગાંધીનગર પોલીસ પાછળ ટ્રેસ માટે દોડી હતી તે દરમિયાન કાર ચાલકે બીજા લોકોને પણ ટક્કર મારી
ગાંધીનગરના કોબા સર્કલથી તપોવન સર્કલ વચ્ચે એક કાર ચાલકે અકસ્માતોની લાઈન લગાવી હતી. આ અકસ્માતમાં 17થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. કાર ચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
રવિવારે મોડી સાંજે ગાંધીનગરના કોબાથી તપોવન સર્કલ વચ્ચે નશામાં ધૂત કાર ચાલકે 12થી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. જેના પગલે વિવિધ વાહનોમાં સવાર 17થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતમાં LCBના મહિલા PSI વી.બી વર્માના એક્ટિવાને પણ અડફેટે લેતાં મહિલા પીએસઆઈને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં 17 જેટલા લોકો ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જનારી કારમાંથી બાઈટિંગ અને પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠાં થયા હતા.
મહત્વની વાત એ છે કે, કારમાંથી દારૂ મળી આવ્યો છે અને કાર ચાલક પર પીધેલી હાલતમાં હતો. એક વ્યક્તિને ટક્કર માર્યા બાદ ગાંધીનગર પોલીસ પાછળ ટ્રેસ માટે દોડી હતી તે દરમિયાન કાર ચાલકે બીજા લોકોને પણ ટક્કર મારી હતી. આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion