શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 15 તાલુકામાં બેથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 30 તાલુકાઓમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 15 તાલુકામાં બેથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 30 તાલુકાઓમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ, વલસાડ અને પાટણ તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે,
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ચીખલી, ગણદેવી અને વાપીમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને જલાલપોર, કપરાડા, ડોલવણ, બારડોલી, વઘઈ, દાંતા, ધરમપુરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
ચોર્યાસી, મેઘરજ, આહવા, ઉમરગામ, શહેરા, પલસાણામાં અઢીથી ત્રણ ઈંચ જેટલો પડ્યો છે. આ સાથે ભિલોડા, નિઝર, બાલાસીનોર, ક્વાંટ, ખાનપુર, ખંભાળિયા અને અમદાવાદમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
22 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ.
23 ઓગસ્ટે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement