શોધખોળ કરો

ગુજરાતની રૂપાણી સરકાર ખાનગી શાળાઓની ફીમાં કરશે કેટલો ઘટાડો ? જાણો ક્યારે લેવાશે નિર્ણય ?

ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળાઓની ફી માફ કરવાના મુદ્દે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપતાં રાજ્ય સરકાર હવે પોતે ખાનગી શાળાઓના સંચાલકો સમક્ષ રજૂ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવો સૂત્રોનો દાવો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળાઓની ફી માફ કરવાના મુદ્દે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપતાં રાજ્ય સરકાર હવે પોતે ખાનગી શાળાઓના સંચાલકો સમક્ષ રજૂ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવો સૂત્રોનો દાવો છે. રાજ્યમાં સ્કૂલોની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલ અરજીનો શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના રોગચાળાના કારણે સ્કૂલો બંધ છે અને લોકોની આર્થિક હાલત ખરાબ છે તેથી ફી માફ કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે, શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે. ગુજરાત હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત સરકારની 25 ટકા ફી માફ કરવાની દરખાસ્ત સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડા મામલે સૂનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ ખાનગી શાળા સંચાલકોએ ફિક્સ ફી ઘટાડવાની તૈયારી બતાવી હતી પણ રાજ્ય સરકારને આ ઘટાડો પૂરતો નહોતો લાગ્યો. માટે સરકારની રજૂઆત પછી હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, એપેડમિક એક્ટ હેઠળ રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે ત્યારે અમને મધ્યસ્થી માટે કેમ કહો છો ? રાજય સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, અમારો 25 ટકા ફી માફીનો જે નિર્ણય છે તે સ્કૂલ સંચાલકો માનતા ન હોવાથી હાઈકોર્ટમાં નિર્દેશો માટે અરજી કરી છે. સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી કે, સરકારની આ અરજી યોગ્ય નથી. અમે વાલીના કેસની તપાસ કરીને પછી રાહત આપીશું પણ અમને 25 ટકા ફી માફીનો નિર્ણય મંજૂર નથી. આ કેસમાં વાલી મંડળ વતી રજૂઆત કરાઈ હતી કે, સ્કૂલ ફીમાં 25 ટકાની રાહતનો નિર્ણય પ્રેક્ટિકલ છે અને તેને લાગુ કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સત્તા આપતાં 25 ટકા ફી માફ થશે એ સ્પષ્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget